SMVS Bhale Dayalu
846 subscribers
1.41K photos
260 videos
26 files
1.76K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
🪷 જ્ઞાનસત્ર-૧૭ના રીઝલ્ટ બાબતે તેમજ નિજદર્શન અને જ્ઞાન-ધ્યાન ચિંતનના અનુભવો તથા અભિપ્રાય બાબતે

💫 વ્હાલા ગુરુજી જ્ઞાનસત્ર બાદ સંકલ્પ સભામાં, વિચરણમાં, સત્સંગ સભાઓમાં, ઓનલાઈન દર્શનમાં દરેક જગ્યાએ ખૂબ આગ્રહ જણાવી રહ્યા છે. જેમાં મુખ્ય સંકલ્પો જેમકે નિજદર્શન ડાયરી બનાવવી અને નિયમિત લખવી, પરિવારના સભ્યોએ ભેગા થઈને ફેમિલી ટાઈમ સભા કરવી, ગુણલેખન ડાયરીમાં અન્યના ગુણો લખવા-મનન કરવું અને બીજાને વંચાવવા, ક્ષમાયાચના માંગવી અને આપવી, જ્ઞાન-ધ્યાન ચિંતનનો નિયમિત લાભ લેવો આવા મુખ્યત્વે સંકલ્પો જણાવ્યા છે. જે બાબતે વ્હાલા ગુરુજી વર્તમાનકાળે ખૂબ જ આગ્રહ જણાવી રહ્યા છે. તા. ૨૩/૧૨/૨૦૨૩ની સંકલ્પ સભામાં પણ ગુરૂજીએ આ બાબતે ખૂબ આગ્રહભરી વિનંતી કરી છે.

💫 વ્હાલા ગુરુજીના શિષ્ય તરીકે આપણી આ ફરજ બને છે કે વ્હાલા ગુરુજીના સંકલ્પોમાં ભેગા ભળવું અને મોટાપુરુષનો સંકલ્પ આપણો થવો જોઈએ. આપણે સમગ્ર સત્સંગ સમાજમાં માહોલ જગાવવો, આપણે પણ આ તમામ બાબતોનો અમલ કરવો અને કરાવવો. ઘણા બધા હરિભક્તો આ માર્ગે આગળ વધી રહ્યા છે અને તેમના પર વ્હાલા ગુરુજી ખૂબ રાજીપો વરસાવી રહ્યા છે. અગાઉ પૂનમના સમૈયામાં પણ વ્હાલા ગુરુજીએ નાના બાળમુક્તની નિજદર્શન ડાયરી ચેક કરી હતી અને વ્હાલા ગુરુજીએ સભામાં જ તેમના પર ખૂબ રાજીપો આપ્યો હતો. બાળમંડળ, કિશોરમંડળ તેમજ યુવકમંડળની તમામ ચેનલમાં તમામ સંચાલક, કાર્યકરો તેમજ સંસ્થા સાથે જોડાયેલા તમામ હરિભક્તો પણ નિજદર્શન કરતાં થાય તેમજ નિજદર્શન લખતાં થાય તેમ કરાવવું. તેવો વ્હાલા ગુરુજીનો પ્રબળ સંકલ્પ છે. જેમ દરરોજ સવારે હરિભક્તો જ્ઞાન-ધ્યાન ચિંતન માટે મંદિરમાં ભેગા થતા હોય છે અને જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેતા હોય છે. તેમ દરરોજ રાત્રે તમામ હરિભક્તો નિજદર્શન લખે તેવો વ્હાલા ગુરુજીએ સંકલ્પ જણાવ્યો છે.

📹 જે મુક્તો નિયમિતપણે નિજદર્શન કરી રહ્યા છે અને જેમના જીવનમાં નિજદર્શન લખવાથી ફેરફાર આવ્યા છે. તે મુક્તોના અનુભવ તથા અભિપ્રાય 9978915545 નંબર પર HD Video ફાઈલ Whatsapp કરવા વિનંતી. જેથી આ મુક્તો પર વ્હાલા ગુરુજીનો રાજીપો થાય અને સત્સંગ સમાજમાં અન્ય હરિભક્તોને પણ પ્રેરણા મળે.

📹 એ જ રીતે જ્ઞાનસત્ર-૧૭ બાદ વ્હાલા ગુરુજીના દિવ્ય સંકલ્પે જ્ઞાન-ધ્યાન ચિંતનમાં ઝીલાઈ શકાય તેવી નૂતન ધૂન, પ્રાર્થના, કીર્તન મુકવામાં આવે છે. ત્યારબાદ ધ્યાન અને ગુરુજીનો લાભ મળતો હોય છે. સમગ્ર સત્સંગ સમાજમાંથી પણ નૂતન જ્ઞાન-ધ્યાન ચિંતનના સારા અનુભવો મળી રહ્યા છે. તો જ્ઞાન-ધ્યાન ચિંતનના અનુભવ અને અભિપ્રાય પણ 9978915545 નંબર પર HD Video ફાઈલ Whatsapp કરવા વિનંતી.

🙋‍♂️ ફાઈલ મોકલવામાં આવે તેમાં સેન્ટરનું નામ અને જે તે હરિભક્તનું નામ લખવા વિનંતી.

📽 નિજદર્શનના ફાયદા તથા અનુભવો: https://youtu.be/1HcPUDVwF2M?feature=shared


#Nijdarshan #FamilyTime
#GyanDhyanChintan
#Gyansatra #Gyansatra17
📽 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આપણને દરરોજ નિજદર્શન કરીને તેને ડાયરીમાં લખવાની આજ્ઞા કરી છે. તેનું શું કારણ છે? નિજદર્શન ડાયરી બનાવવી કેમ ફરજિયાત છે? આવો, જાણીએ આજના વિડીયો દ્વારા: https://youtu.be/Wdyu5xkgfuA?feature=shared


#Nijdarshan #FamilyTime
#Gyansatra #Gyansatra17