SMVS Bhale Dayalu
843 subscribers
1.38K photos
256 videos
26 files
1.73K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
📽 જ્ઞાનસત્ર 17 પ્રોમો: https://youtu.be/WonAMWx24F0

📿 મહારાજના સંકલ્પ મુજબનો વર્તનલક્ષી સમાજ તૈયાર કરવા આ વર્ષે 17મા જ્ઞાનસત્રનો લાભ 16 થી 20 નવેમ્બર, 2023 બપોર સુધી એમ સાડા ચાર દિવસ મળવાનો છે.

✍️ જ્ઞાનસત્રનો લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. માટે હજુ જો કોઈ સભ્યોએ પોતાનું રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો 25 ઑક્ટોબર, 2023 પહેલા આપના નજીકના SMVS સેન્ટરનો સંપર્ક અવશ્ય કરવો.


#Gyansatra
#Gyansatra17
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📽 જ્ઞાનસત્રનો પૂરો લાભ લેનાર સભ્યો પર ગુરૂવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો રાજીપો: https://youtube.com/shorts/apdXCe5pJnA


#Gyansatra17 #Gyansatra
#WhatsAppStatus
#StatusUpdate #SMVSStatus
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👌 અવસર રૂડો આવી ગયો છે,
આનંદનો નહિ પાર;
રાજીપાને લૂંટી બનો સૌ,
મૂર્તિમાં રમનાર...

🛕 મહારાજ અને મોટાપુરુષનો મૂર્તિ આપવાનો સંકલ્પ જ્યારે અતિ પ્રબળ બન્યો છે ત્યારે આવો તેઓના સંકલ્પો મુજબનું જીવન કરવા 16 થી 20 નવેમ્બર, 2023 સુધી આયોજિત જ્ઞાનસત્ર-17 નો લાભ અચૂક લઈએ અને અન્યને પણ લેવડાવીએ...



#Gyansatra
#Gyansatra17
🙏 જય સ્વામિનારાયણ મુક્તો, આજ રોજ સવારથી પંચ દિવસીય જ્ઞાનસત્રની શરૂઆત થઈ ચૂકી છે.

જેમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ "તારી મૂર્તિ લાગે છે મુને પ્યારી..." કીર્તન ધ્યાનથી શરૂઆત કરી તેમજ "મહારાજ, શું હું માનું આભાર તમારો?" નૂતન પ્રાર્થના દ્વારા આપણી પર ભગવાને કરેલાં અનહદ ઉપકારો માટે ગદગદભાવે આભાર વ્યક્ત કર્યો.

👨‍👩‍👧‍👦 પરિવારના સભ્યોમાં અરસ-પરસ રહેતો અસંતોષ ઘટે, શાંતિભર્યું વાતાવરણ સર્જાય તથા બધા સભ્યો હળીમળીને આનંદથી રહી શકે તે માટે સાંજે 5 થી 8 "Happy Family" વિષય પર લાભ મળવાનો છે. જેનો લાભ અચૂક લેવો અને અન્યને પણ લેવડાવવો. જેથી, આ લાભ લઈને પરિવારના ભાંગેલા હૈયા સંધાશે તો આપને આંગળી ચિંધ્યાનો રાજીપો મળશે.

📽 જ્ઞાનસત્ર-17 ના જીવંત પ્રસારણ સાથે તમામ સેશનનો લાભ આ પ્લેલિસ્ટ પરથી મળી રહેશે:
https://www.youtube.com/playlist?list=PLKx3BxP_uoXsylAnnW5uGMf00Uyg3EbEi

ℹ️ GTPL ભક્તિ ચેનલ નં. 551 પર જ્ઞાનસત્ર-17 ના જીવંત પ્રસારણનો સંપૂર્ણ લાભ સવારે 8 થી 11 અને સાંજે 5 થી 8 મળશે.


#Gyansatra
#Gyansatra17
🩸 મેગા બ્લડ ડૉનેશન કેમ્પ

🏥 જ્ઞાનસત્ર 17 નિમિત્તે SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ દ્વારા આયોજીત

🗓 તારીખ:
18 અને 19 નવેમ્બર, 2023
🕚 સમય: સવારે 11:00 થી સાંજે 05:00

📍 સ્થળ: બાપાશ્રી આવાસનું ભોંયરું, બાપાશ્રી આવાસ, સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર - 382007

📞 રજીસ્ટ્રેશન માટે અત્યારે જ સંપર્ક કરો: 63 59 77 93 07 / 76 108 108 66

🎁 દરેક બ્લડ ડૉનરને કૉમ્પ્લિમેન્ટરિ ગિફ્ટ આપવામાં આવશે.


#SMVSSwaminarayanHospital #SMVSHospital #BloodDonationCamp #Gyansatra17 #SMVSCharities
🍲 આજે (19 નવેમ્બર, 2023) જ્ઞાનસત્ર 17ના ચોથા દિવસે પ્રથમ સેશન બાદ બપોરે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતોના ઠાકોરજી જમાડતાં હોય તેવા દર્શન થશે. માટે સર્વે મુક્તોએ અચૂક લાભ લેવો અને અન્ય મુમુક્ષુઓને પણ આ લાભ લેવડાવવો.

📽 પૂ. સંત પંક્તિના દર્શન:
https://youtu.be/sIJbGfEE3GI


#SantPanktiDarshan
#Gyansatra17
#Gyansatra
📽 પૂ. સંતોના ભોજન દર્શનનો દિવ્ય લાભ: https://youtu.be/drmtC_X8KNs?feature=shared


#SantPanktiDarshan
#Gyansatra17
#Gyansatra
🙏🏻 પ્રભુના ગમતામાં રહેવા, મૂર્તિ સુખના પાત્ર થવા, ભૂલોનો એકરાર કરી તેની ક્ષમા-યાચના કરવા માટે... આવો ભગવાનને પ્રાર્થના કરીએ...

📽 પ્રાર્થના - કગરી કગરી પ્રાર્થના કરું છું:
https://youtu.be/ddHvRoGTShk


#Prarthana #Gyansatra17 #Gyansatra
👨‍👩‍👧‍👦 દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે મારો પરિવાર એક સુખી પરિવાર હોય. પરંતુ સભ્યો વચ્ચે થઈ ગયેલા અણબનાવ કે તકરારને ના ભૂલી શકવાને લીધે "મારો પરિવાર, સુખી પરિવાર" એ માત્ર ઈચ્છા જ રહી જાય છે.

📽 આવો, આ ઈચ્છાને હકીકતમાં બદલીએ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આપેલા લેશન દ્વારા... દર ગુરુવારે/અઠવાડિયામાં એક દિવસ "ફેમિલી ટાઈમ"નું આયોજન કરીને... ગુરુજીના આગ્રહભર્યા બળપ્રેરક વચનોનો લાભ લેવા આ લિંકનો ઉપયોગ કરો:
https://youtu.be/YFjvJHJkTi8?feature=shared&t=9772

🌐 ફેમિલી ટાઈમનું પેમ્ફલેટ: https://smvs.org/theme/smvs/images/cms/2023/gyansatra-17/family-time-pamphlet-2023.pdf

🌐 નિજદર્શન લેખન માર્ગદર્શિકા: https://smvs.org/theme/smvs/images/cms/2023/gyansatra-17/nijdarshan-lekhan-margdarshika.pdf


#FamilyTime #HappyFamily
#Gyansatra17 #Gyansatra
🙏 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ જ્ઞાનસત્ર 17 માં આપણને શીખવ્યું કે મહારાજે આપણાં પર કરેલાં અનહદ ઉપકારો માટે પ્રાર્થનાના રૂપમાં આભાર કેવી રીતે માનવો જોઈએ. આવો, આજે ફરીથી મહારાજને ગદગદભાવે પ્રાર્થના કરતાં કરતાં આભાર માનીએ અને મહિમામાં ગરકાવ થઈએ...

📽 મહારાજ શું હું માનું આભાર તમારો:
https://youtu.be/luXB150iDOI?feature=shared


#Prarthana #Gyansatra17 #Gyansatra
📸 જ્ઞાનસત્ર 17ના ફોટોગ્રાફ્સ: https://www.smvs.org/global-events/gyansatra-17


#Gyansatra
#Gyansatra17
🪷 જ્ઞાનસત્ર-૧૭ના રીઝલ્ટ બાબતે તેમજ નિજદર્શન અને જ્ઞાન-ધ્યાન ચિંતનના અનુભવો તથા અભિપ્રાય બાબતે

💫 વ્હાલા ગુરુજી જ્ઞાનસત્ર બાદ સંકલ્પ સભામાં, વિચરણમાં, સત્સંગ સભાઓમાં, ઓનલાઈન દર્શનમાં દરેક જગ્યાએ ખૂબ આગ્રહ જણાવી રહ્યા છે. જેમાં મુખ્ય સંકલ્પો જેમકે નિજદર્શન ડાયરી બનાવવી અને નિયમિત લખવી, પરિવારના સભ્યોએ ભેગા થઈને ફેમિલી ટાઈમ સભા કરવી, ગુણલેખન ડાયરીમાં અન્યના ગુણો લખવા-મનન કરવું અને બીજાને વંચાવવા, ક્ષમાયાચના માંગવી અને આપવી, જ્ઞાન-ધ્યાન ચિંતનનો નિયમિત લાભ લેવો આવા મુખ્યત્વે સંકલ્પો જણાવ્યા છે. જે બાબતે વ્હાલા ગુરુજી વર્તમાનકાળે ખૂબ જ આગ્રહ જણાવી રહ્યા છે. તા. ૨૩/૧૨/૨૦૨૩ની સંકલ્પ સભામાં પણ ગુરૂજીએ આ બાબતે ખૂબ આગ્રહભરી વિનંતી કરી છે.

💫 વ્હાલા ગુરુજીના શિષ્ય તરીકે આપણી આ ફરજ બને છે કે વ્હાલા ગુરુજીના સંકલ્પોમાં ભેગા ભળવું અને મોટાપુરુષનો સંકલ્પ આપણો થવો જોઈએ. આપણે સમગ્ર સત્સંગ સમાજમાં માહોલ જગાવવો, આપણે પણ આ તમામ બાબતોનો અમલ કરવો અને કરાવવો. ઘણા બધા હરિભક્તો આ માર્ગે આગળ વધી રહ્યા છે અને તેમના પર વ્હાલા ગુરુજી ખૂબ રાજીપો વરસાવી રહ્યા છે. અગાઉ પૂનમના સમૈયામાં પણ વ્હાલા ગુરુજીએ નાના બાળમુક્તની નિજદર્શન ડાયરી ચેક કરી હતી અને વ્હાલા ગુરુજીએ સભામાં જ તેમના પર ખૂબ રાજીપો આપ્યો હતો. બાળમંડળ, કિશોરમંડળ તેમજ યુવકમંડળની તમામ ચેનલમાં તમામ સંચાલક, કાર્યકરો તેમજ સંસ્થા સાથે જોડાયેલા તમામ હરિભક્તો પણ નિજદર્શન કરતાં થાય તેમજ નિજદર્શન લખતાં થાય તેમ કરાવવું. તેવો વ્હાલા ગુરુજીનો પ્રબળ સંકલ્પ છે. જેમ દરરોજ સવારે હરિભક્તો જ્ઞાન-ધ્યાન ચિંતન માટે મંદિરમાં ભેગા થતા હોય છે અને જ્ઞાન-ધ્યાન ચિંતનનો લાભ લેતા હોય છે. તેમ દરરોજ રાત્રે તમામ હરિભક્તો નિજદર્શન લખે તેવો વ્હાલા ગુરુજીએ સંકલ્પ જણાવ્યો છે.

📹 જે મુક્તો નિયમિતપણે નિજદર્શન કરી રહ્યા છે અને જેમના જીવનમાં નિજદર્શન લખવાથી ફેરફાર આવ્યા છે. તે મુક્તોના અનુભવ તથા અભિપ્રાય 9978915545 નંબર પર HD Video ફાઈલ Whatsapp કરવા વિનંતી. જેથી આ મુક્તો પર વ્હાલા ગુરુજીનો રાજીપો થાય અને સત્સંગ સમાજમાં અન્ય હરિભક્તોને પણ પ્રેરણા મળે.

📹 એ જ રીતે જ્ઞાનસત્ર-૧૭ બાદ વ્હાલા ગુરુજીના દિવ્ય સંકલ્પે જ્ઞાન-ધ્યાન ચિંતનમાં ઝીલાઈ શકાય તેવી નૂતન ધૂન, પ્રાર્થના, કીર્તન મુકવામાં આવે છે. ત્યારબાદ ધ્યાન અને ગુરુજીનો લાભ મળતો હોય છે. સમગ્ર સત્સંગ સમાજમાંથી પણ નૂતન જ્ઞાન-ધ્યાન ચિંતનના સારા અનુભવો મળી રહ્યા છે. તો જ્ઞાન-ધ્યાન ચિંતનના અનુભવ અને અભિપ્રાય પણ 9978915545 નંબર પર HD Video ફાઈલ Whatsapp કરવા વિનંતી.

🙋‍♂️ ફાઈલ મોકલવામાં આવે તેમાં સેન્ટરનું નામ અને જે તે હરિભક્તનું નામ લખવા વિનંતી.

📽 નિજદર્શનના ફાયદા તથા અનુભવો: https://youtu.be/1HcPUDVwF2M?feature=shared


#Nijdarshan #FamilyTime
#GyanDhyanChintan
#Gyansatra #Gyansatra17
📽 વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આપણને દરરોજ નિજદર્શન કરીને તેને ડાયરીમાં લખવાની આજ્ઞા કરી છે. તેનું શું કારણ છે? નિજદર્શન ડાયરી બનાવવી કેમ ફરજિયાત છે? આવો, જાણીએ આજના વિડીયો દ્વારા: https://youtu.be/Wdyu5xkgfuA?feature=shared


#Nijdarshan #FamilyTime
#Gyansatra #Gyansatra17
Saral Thai Ne Raji Karva Chhe Print A4.pdf
3 MB
🪷 તમામ પરિવાર સુખી થાય તે માટે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ જ્ઞાનસત્ર-૧૭માં અલગ અલગ આજ્ઞા કરી છે. જેમ કે નિજદર્શન કરવું અને નોંધવું, Family Timeનું આયોજન કરવું, ગુણલેખન કરવા વિગેરે... અને માત્ર આજ્ઞા નહીં, વ્હાલા ગુરુજી દરેક પ્રોગ્રામમાં આગ્રહપૂર્વક આ રુચિ જણાવી રહ્યા છે.

🙏 મનધાર્યું મૂકી સરળ થાય તેમના પર મહારાજ અને મોટા બહુ રાજી થાય છે. નાના-મોટા સૌની આગળ સરળ થવું. સરળ થાય તેમના પર વ્હાલા ગુરુજી ખૂબ ખૂબ ખૂબ રાજી થાય છે. સરળ થાય તેમના પર વ્હાલા ગુરુજીના અંતરનો ખૂબ રાજીપો થાય છે. વ્હાલા ગુરુજી જણાવે છે કે "અમને એમ થાય છે કે અમે કોને અમારો રાજીપો આપી દઈએ. અને એ રાજીપો આપણને ન્યાલ કરી દેશે." આપણે સૌ મુક્તો સરળ થઈએ તે માટે અહીં એક A4 સાઈઝની ઈમેજ મોકલી આપેલ છે. તમામ મંદિરોમાં હરિભક્તો આવતા જતા જોઈ શકે તે રીતે તેમજ તમામ હરિભક્તોના ઘરે પણ તેની પ્રિન્ટ લગાવવી. જેથી મહારાજ અને મોટાપુરુષના સંકલ્પ મુજબ આપણને સરળ બનવામાં મદદરૂપ થાય અને જાણપણું રહે.


#HappyFamily #FamilyTime
#Gyansatra17 #Gyansatra